દેવીપૂજક સમાજ શિક્ષણ સમિતિ દ્વારા આયોજીત DP Career થી તમામ ને લેટેસ્ટ ભરતી માહીતી મળી રહે અને સમયસર અરજી કરી શકે, જેને એક્ઝામ/ભરતી માટે ઉપયોગી સાહિત્ય ઓનલાઇન મળી રહે. જેથી પૂરતી તૈયારી કરી શકે. સમાજમાં શૈક્ષણિક કાર્યો, જેવા કે ભરતી માટેનાં તાલીમ વર્ગોનું આયોજન, વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન, જેવા કાર્યોની જાણ થાય. તેમાં ભાગ લઇ શકે. વિદ્યાર્થી ભાઇઓ બહેનોને મુંજવણ રૂપ શૈક્ષણિક બાબતોમાં યોગ્ય સલાહ, સુચન, માર્ગદર્શન મળી રહે. જરૂરી ઉપયોગી માહિતિ મેળવી શકે. ઉચ્ચ અભ્યાસમાં શિષ્યવૃતિ, સરકારી સહાયની યોજનાકીય માહિતિ મળી રહે. ઓલ ગુજરાતનાં ભાઇઓ બહેનોની પરસ્પર ઓળખાણ થઈ શકે. એકબીજાનાં જીલ્લાઓ માં એક્ઝામ આપવા જાવ તો ઉપયોગમાં આવે. આપણા સમાજના નોકરી કરતા અધિકારીઓ ની માહિતિ મળે. જેથી જરૂર પડે સંપર્ક થઈ શકે. આ માટે વોટ્સએપ, ટેલીગ્રામ, અને ફેસબુક જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી ગ્રુપ બનાવી પરસ્પર માહિતિની આપ-લે પણ થઈ રહી છે.

ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદોઃખાનગી શાળાઓમાં ફી પર નિયંત્રણનો સરકારને હક, વાલીઓને મોટી રાહત : 2018થી અમલ​




અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટે આજે એક મહત્વનો ચૂકાદો આપ્યો છે, જેમાં હવે કોઇ ખાનગી સ્કૂલ વધુ ફી નહીં લઇ શકે, એટલે કે ફી નિયમન ચૂકાદા પર સ્ટે મૂકવા અંગે ખાનગી શાળાઓ દ્વારા કરવામાં આવેલી માંગ ફગાવતાં કોર્ટે જણાવ્યું કે, ફી અધિનિયમન સમિતિ બંધારણીય છે અને ખાનગી શાળાઓના સંચાલકો બેફામ રીતે ફી વસૂલી શકશે નહીં. હવે 2018થી નવો નિયમ લાગુ પડશે.

ગુજરાત સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ રેગ્યુલેશન ફી બિલ-2017 કાયદા અનુસાર, પ્રાથમિક શિક્ષણ માટે રૂ. 15 હજાર, માધ્યમિક શિક્ષણ માટે રૂ. 25 હજાર અને ઉચ્ચસ્તર માધ્યમિક શિક્ષણ માટે રૂ. 27 હજાર ફી નક્કી કરવામાં આવી છે. આ નવી ફીનો અમલ ચાલુ વર્ષ 2018થી જ થશે. આ ઉપરાંત જે સ્કૂલ સંસ્થાએ એડવાન્સ ફી ઉઘરાવી છે તેમને વાલીઓને વધારાની ફી પરત કરવી પડશે.

આ બિલ પ્રમાણે તમામ ખાનગી શાળાઓ જેવી કે રાજ્યનાં શિક્ષણ વિભાગ હેઠળ ચાલતી ICSE, CBSE અને ઇન્ટરનેશનલ બોર્ડની શાળાઓને આ ફી અધિનિયમ કાયદો લાગુ પડશે. ઉપરાંત, જો આ શાળાઓ ફી પરત કરવા માટેની કાયદાની જોગવાઈનો ભંગ કરશે તો તેમને બમણી ફી પરત કરવી પડશે. શાળાએ આદેશના પંદર દિવસમાં ફી પરત કરવાની રહેશે, જો વિલંબ કરશે તો એક ટકા વ્યાજ ચુકવવુ પડશે. વાલીઓની ફરિયાદ બાદ, કમિટીને સુઓમોટો નિર્ણય લેવાની સત્તા રહેશે. જો કે, શાળાઓને રજૂઆતની તક આપવામાં આવશે.

નોંધનીય છે કે, 30 માર્ચ 2017ના રોજ રાજ્ય સરકારે ખાનગી શાળાઓ માટે ફી નિયમન કાયદાનું બિલ પસાર કર્યું, બાદમાં 26 એપ્રિલ 2017ના રોજ ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહીતની અરજી કરવામાં આવી, જેમાં વાલીઓના પ્રતિનિધીની માંગ કરાઈ, 3 મે 2017ના રોજ હાઈકોર્ટ આ મામલે વચગાળાની રાહત આપવાથી ઇન્કાર કર્યો.